છોટાઉદેપુર જીલ્લાના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તા.૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જીલ્લા સેવા સદનમાં વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાનારી છે. આ બેઠક કલેકટરની અધ્યક્ષતામાં યોજાવાની છે જેમાં અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધી, ગ્રાહકોના પ્રશ્નો, ગ્રાહકસુરક્ષા સમિતિની પ્રવૃતિઓ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ તેમજ અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તેવી બાબતોની ચર્ચા કરવામાં આવશે. સંસદસભ્યશ્રી, તમામ ધારાસભ્યો, સરકારી-બિન સરકારી સભ્યોને હાજર રહેવા અનુમોદન કરવામાં આવ્યું છે. આ માટેની એક યાદી જીલ્લા પુરવઠા આધિકારીની કચેરી દ્વારા આપવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
