Gujarat

ઘંટીયા-પ્રાચી ગામે શ્રીરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ 

હાર્દિક કાનાબાર પ્રાચી
સંતવાણી ભજનકીર્તન,મહા આરતી, શોભાયાત્રા વગેરે આયોજન કરાયું હતું
પ્રાચી તીર્થ…
ઘંટીયા-પ્રાચી ગામે શ્રી  રામનવમી પર્વ ની શ્રી રામ જન્મોત્સવ ની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે રામચંદ્રજી ભગવાનની પૂજા અર્ચના ,આરતી, તેમજ સંતવાણી નું આયોજન કરાયું હતું તેમજ બપોરે 12 વાગ્યે મહા આરતી કરાઈ હતી તેમજ  બપોર પછી  3 વાગ્યે ડીજે ના તાલે અને જય શ્રી રામ ના નારા સાથે ઘંટીયા શ્રી રામ મંદિરે થી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા ઘંટીયા ગામેથી  નીકળી હતી અને ઘંટીયા પ્રાચી ગામ ના   મુખ્ય  માર્ગ ઉપર નીકળી હતી અને પ્રાચી શ્રી રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં થી  પણ  બહોળી સંખ્યામાં  યુવાનો જોડાયા હતા અને આસ્થા ભેર શ્રી રામ નવમી ઉજવણી કરવામાં આવી હતી.. આ પ્રસંગ ને સફળ બનાવવા ઘંટીયા પ્રાચી ગામ સમસ્ત  ગામના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

IMG-20230330-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *