પાટણ
ચાણસ્મા-મહેસાણા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઇકો કાર અને વેગનાર કાર વચ્ચે વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ૧૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે લણવા સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યાં હતા. પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ત્યારે સવારે ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ઇકો કાર અને વેગેનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેગેનાર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ત્રણની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને લણવા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ અકસ્માતમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા.


