જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈની સૂચનાથી સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. ત્યારે ખીજડીયા રોડ, ચારણ સમઢીયાળા ગામે રહેતો કૃપાલસિંહ દીલુંભા પરમાર પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂ વેચતો હોવાની બાતમી મળી હતી. બાતમી પરથી પોલીસ તપાસ કરતાં રસોડાની ગેંડી નીચેથી રૂ. 2400 ની 4 વિદેશી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસ કૃપાલસિંહની અટક કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે. એન. પરમાર દ્વારા હાથ ધરાઇ છે.
—-કેફી પ્રવાહીની બોટલ સાથે પકડાયો—
જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈની સૂચનાથી સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો. ત્યારે ચારણ સમઢીયાળાના બસસ્ટેન્ડ પાસે ઉભેલા વિપુલ ભીખુ મોવલિયાને તપાસ્તા તેના પેન્ટના નેફામાંથી કેફી પ્રવાહી ભરેલી એક બોટલ મળી આવી હતી. જે કબજે લઈ, ધોરણસરની કાર્યવાહી પોલીસ કરી હતી. આ ગુનાની વધુ તપાસ પોલીસ જમાદાર એસ. એન. પરમાર ચલાવી રહ્યા છે.
