Gujarat

ચોરંદા ગામની સીમમાં ગાદલા પાથરી જુગાર રમતા ૭ જુગારીયા ઝડપાયા, બે ચકમો આપી ફરાર

વડોદરા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામથી છંછવા ગામના રસ્તા ઉપર આવેલા તળાવના કિનારે જુગાર રમતા ૭ જુગારીયાને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દબોચી લીધા હતા. જાેકે, બે જુગારીયાઓ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. પોલીસે જુગારના દાવ ઉપરની રકમ સહિત રૂપિયા ૧૭,૨૮૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ કરજણ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ રાણાભાઇ તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ હર્ષકુમાર સનાતનભાઇને સંયુક્ત માહિતી મળી હતી કે, ચોરંદા ગામથી છંછવા ગામ જવાના રસ્તા ઉપર તળાવ આવેલું છે. તળાવના કિનારે કેટલાંક લોકો જુગાર રમી રહ્યા છે. જુગારની માહિતી મળતા જ પી.આઇ. કૃણાલ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે યોજનાબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. અને ગાદલા પાથરી જુગાર રમી રહેલા કરજણ તાલુકાના ચોરંદા અને આણંદ જિલ્લાના નાપાડ વાટા તેમજ પામોલ ગામના ૭ જુગારીયાઓ હમીદખાન રામસીંગ રાઠોડ, રીયાજ રણજીતસિંહ રાણા, પ્રવિણ જશુભા રાણા, સિંગદર ફકરૂદ્દીન કાજી, ફિરોજ દાઉદ વોરા, કાસમ કરીમ ચૌહાણ અને ઇલીયાસ કાસમ ઘાંચીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે જાકીર કાલુ મલેક (રહે. ચોરંદા નવીનગરી, કરજણ) અને ઇલીયાસ ફકરું મલેક (રહે. બેલીમ ફળીયું, કરજણ) પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા ૫૬૯૦, અંગજડતીના રૂપિયા ૧૧,૫૯૦ વિગેરે મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧૭,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જિલ્લા એલ.સી.બી.એ ચોરંદા ગામની સીમમાંથી જુગાર રમતા ૭ જુગારીયાઓ ઝડપાતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે એલ.સી.બી.એ કરજણ પોલીસ મથકમાં જુગારીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *