અહીંથી બે ગાડીઓ સામસામે પસાર થાય છે તો અકસ્માતનો ભાઈ પણ સેવાઈ રહ્યો છે
સંખેડા તાલુકાના છુછાપૂરા ગામે પ્રસિદ્ધ ખ્વાજા જલ્દ નવાજ બાબાની દરગાહ આવેલી છે આ દરગાહ પર રોજના હજારો શ્રદ્ધાળુ અવર-જવર કરે છે ત્યારે દરગાહ પર જવા માટે પસાર થતો રસ્તો હાલમાં જર્જરીત જોવા મળી રહ્યો છે
છુછાપુરા ગામમાં રેલવે ઘરનાળુ ઓળંગી ને ત્યાંથી દરગાહ તરફ જતો રસ્તો ખૂબ ખખડધંજ જોવા મળી રહ્યો છે
આ રસ્તો પાંચ વર્ષ પહેલા બનાવેલો હતો અને કેટલા સમયથી રસ્તો ઉબડખાબડ બની ગયો છે રસ્તામાંથી તાર પણ બહાર નીકળી આવ્યા છે દરગાહ પર આવવા માટે શ્રદ્ધાળુઓ તકલીફ વેઠીને રસ્તા પરથી દરગાહ પર આવી રહ્યા છે ત્યારે અહીં આવેલા શ્રદ્ધાળુઓ પણ જણાઈ રહ્યા છે કે કોમી એકતા નું પ્રતીક એવા છુછાપુરા માં આવેલ ખ્વાજા જલ્દ નવાજ બાબા ની દરગાહ પર આવવા માટે રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેમ જણાવી રહ્યા છે અને પાકો અને આરસીસીનો ડામરનો પોળો રસ્તો બને તેવી શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


