સુરત
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારમાં કલેશ થતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. જાેકે, છૂટાછેડા લેતા પહેલા પરિણીતાએ પતિ પાસે ૩૦ લાખ રૂપિયાની માગણી કરી હોવાની વાત પર પતિએ હકારાત્મક વલણ દર્શાવ્યા બાદ ૫૦ લાખ અને ઘરની માગણી કરવામાં આવી હતી. આ પછી મામલો બગડ્યો હતો. પત્નીને છૂટાછેડા આપવા માટે ૫૦ લાખની માગણી અને વેસુ વિસ્તારમાં આવેલા ૨મ્ૐદ્ભ ફ્લેટની માગણી કરતા પતિએ ઈનકાર કરી દીધો હતો. આ પછી યુવકને તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની કથિત ધમકી આપ્યાની વાત પણ સામે આવી રહી છે. યુવકે રૂપિયાની માગણી વધતા ૪૫ લાખ રૂપિયા સુધી પત્નીને આપવાની વાત સ્વીકારી હતી. પરંતુ ૫૦ લાખ રોકડા અને ફ્લેટની માગણી કરાઈ રહી હતી.અંતે યુવકના પિતાએ કંટાળીને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાનીના પાડી હતી, આ પછી પરિણીતાના પિતાએ ઉશ્કેરાઈને જમાઈના માતા-પિતા અને ભાઈ-બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સસરા જમાઈના ઘરે પહોંચ્યા તો ત્યાં કોઈ હાજર નહોતું. આ પછી સસરાએ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરીને ઘરમાં આગ લગાવી દીધી હતી આ કારણે ઘરનો ફર્નિચર સહિતનો સામાન બળી ગયો હતો અને પાર્કિંગમાં મૂકેલા વાહનો પણ સળગી ગયા હતા.સસરાએ જમાઈના ઘરમાં આગ લગાવતા ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ, બુલેટ, મોપેડ, ઇન્વર્ટર અને બે એસી બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઘટના બનતા સોસાયટીના લોકોએ યુવકને આ અંગે જાણ કરી હતી. યુવકે પોતાના ઘરે પહોંચીને ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરીને આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.જમાઈએ સસરા તથા પોતાની પત્ની સામે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. હજુ યુવકની પત્ની અને તેની માતા પોલીસ પકડથી દૂર છે.


