ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જિલ્લા બહારનાં આરોપીઓની ઘરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર નાઓને સુચના કરેલ હોય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નાસતા ફરતા આરોપી બાબતે ચોક્કસ અને સચોટ માહીની મેળવી ઝોઝ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૧૨૨૨૦૨૨૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૯૫, ૧૮૬ તથા જી.પી.એકટ ૧૩૫ તથા આર્મ એકટ ર૫(૧)બી,એ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી નામે નારણભાઇ ચીમાભાઇ જાતે નાયકા ઉ.વ.૨૮ ઘંઘો.ખેતી-મંજુરી મુળ રહે.રિંછવેલ, ડુંગર ફળિયુ હાલ રહે. મીઠીબોર, વાડી વસવા ફળીયા તા. છોટાઉદેપુર નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


