Gujarat

છેવાડાના માનવી નો સર્વાંગીણ વિકાસ થાય એ માટે અમારી સરકાર કટિબદ્ધ છે                          – ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા

અમૃત આવાસોત્સવ હેઠળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહિજ ગામે  પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ  તૈયાર થયેલ કુલ ૧૩૨ આવાસનો ઈ લોકાર્પણ – ગૃહપ્રવેશનો કાર્યક્રમ  મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે રૂપિયા ૧૯૪૬ કરોડના  ૪૨,૪૪૧ આવાસોના ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૨૪૫૨  કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ વર્ચ્યુઅલી ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ  માંગરોળ તાલુકાના રહીજ ગામે યોજાયો હતો.

અમૃત આવાસોત્સવ  અન્વયે માંગરોળ તાલુકાના રહિજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ નો ઇ લોકાર્પણ – ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના કુલ ૯ તાલુકાના ૯૫ ગામોમાં કુલ ૧૩૨ આવાસ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા સહિત તમામ અનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ  રહિજ ના લાભાર્થી અર્જનભાઈ નાંગસનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો

આ પ્રસંગે કાર્યક્રમમાં  સંબોધન કરતાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખે જણાવ્યું હતું કે, ગરીબ પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ મહત્વની છે. આ યોજના થકી લાભાર્થીઓને પ્રતિષ્ઠા અને સુરક્ષિત આશરો મળ્યા છે. વડાપ્રધાન શ્રી નું વિઝન હતું કે દરેક વ્યક્તિ પાસે પોતાનું મકાન હોય અને તે સ્વમાનભેર  જીવી શકે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, મનરેગા અંતર્ગત રોજગારી, શૌચાલય માટે સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લા પંચાયત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

માંગરોળ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભારતે દેશ દુનિયામાં મોખરાનું સ્થાન હાસલ કર્યું છે. અનેકવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. શહેરો જેવી જ પાણી, વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે.

આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત માંગરોળના તાલુકા વિકાસ અધિકારી શ્રી જોષી એ કર્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જેઠાભાઈ, શ્રી ગોવાભાઇ, રહિજ ગામના સરપંચ શ્રી રવિભાઈ નંદાણીયા, શ્રી દાનભાઈ, રહિજ ગામના પૂર્વ સરપંચ, ઉપસરપંચ શ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. જી. પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આરંભે  શ્રી મીલન કલા કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કલ્યાણકારી યોજનાની જાણકારી આપતા નાટકની પ્રસ્તુતી કરવામાં આવી હતી.

આ તકે ગ્રામજનોએ ગાંધીનગર થી પ્રસારિત થયેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વકતવ્ય   ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.    

gruh-pravesh.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *