Gujarat

છોટાઉદેપુરની એસ એફ હાઈસ્કૂલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસના ભાગ રૂપે આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓમાં રહેલ ડર અને ચિંતા દૂર થાય અને વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવી શકે તેવા ઉદ્દેશ્યથી એસ એફ હાઈસ્કૂલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ,સેમિનારમા જિલ્લા ક્લેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ,જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ,પ્રોબેશનલ આસિ.કલેકટર જયંત રાઠોર દ્વારા વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી વાર્તાલાપ કરી પોતાના અનુભવો શેર કરી ખુબજ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જિલ્લા શિકણાધિકારી ક્રિષ્નાબેન પાચાણી દ્વારા આયોજિત સેમિનારમાં IAS અને IPS કક્ષાના અધિકારીઓ પાસેથી મળેલ માર્ગદર્શન અને પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટેની ટિપ્સ ને લઈ વિદ્યાર્થીઓમાં પણ  આત્મવિશ્વાસ વધ્યો હતો,ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રના પ્રયાસોને લઈ બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં રાજ્યમાં છેલ્લા ક્રમાંકે રહેતા છોટાઉદેપુર જિલ્લાના પરિણામમાં ઉત્તરોઉત્તર નોંધનીય સુધારો જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230208_171648.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *