છોટાઉદેપુર તાલુકાના વસેડી સી.આર.સી. કક્ષાનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ “બાળ રમઝટ 2023” યોજાયો. વસેડી ગ્રુપની 16 શાળાઓના વાર્ષિકોત્સવ ના કાર્યક્રમમાં શાળા પરિવારે પોતાના બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને ખીલવી બહાર લાવવાના કરેલા પ્રયાસને ઉપસ્થિતોએ બિરદાવ્યો હતો. ખાનગી શાળાઓની જેમ સરકારી શાળામાં પણ મંત્ર મુગ્ધ કરી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઘમેન્દ્ર શર્મા, છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ ચક્રવતી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાન સોની, તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા,માધુ રાઠવા,અવિનાશ રાઠવા સાથે સરપંચો અને શિક્ષક સંઘના આગેવાનો સાથે મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો હાજર રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


