Gujarat

છોટાઉદેપુર એસ.ટી.ડેપો મેનેજર સહિત ચારને સસ્પેન્ડ કરાયાં.

છોટા ઉદેપુર એસ.ટી. ડેપોના મેનેજરને ચાલતી બસમાં આગ લાગવાની ઘટનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર-અમદાવાદ  ચાલતી બસમાં આગ લાગી હતી. જેમાં લગભગ 25થી 30 પેસેન્જર બસમાં સવાર હતા, જેઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં આગ લાગવા પાછળ એસ.ટી. વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એસ.ટી.ડેપો મેનેજર સહિત ચાર સસ્પેન્ડ કરાયાં છે મેનેજર, હેડ મેકેનિક, ઇલેક્ટ્રિશિયન, અને ડ્રાઈવર સસ્પેન્ડ કરાયાં, જેમાં એસ.ટી. ડેપો મેનેજરની કામગીરીમાં ક્ષતિ જણાતા સસ્પેન્ડ કરવાનો હુકમ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક દ્વારા કરવામાં આવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *