તસ્વીર: રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુરથી દેવગઢ બારીયા તરફ જતા સ્ટેટ હાઇવે 62ના રસ્તા ઉપર આવેલ રેલવે ફાટક નંબર 101 ઉપર વિશાળ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેના ઉપર ડામર કામ કરવાની કામગીરી બાકી હોય શરૂ કરી દેવાઈ છે. વડોદરાથી છોટાઉદેપુર અને અલીરાજપુર જતી રેલવે લાઇન ઉપર ફાટક ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને કારણે સરકારે ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ઘણા ઓવરબ્રિજ બની ગયા છે. જે અંતર્ગત છોટાઉદેપુરથી દેવગઢ બારીયા જતો રેલવે ફાટક નંબર 108 ઉપર આવેલો રેલવે બ્રિજ પણ બની ગયો છે. પરંતુ જેનું ડામર કામ બાકી હોય જે કરવાની તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે. જેથી પ્રજાને પડતી તકલીફોનો અંત આવશે.
છોટાઉદેપુર નગરથી દેવગઢ બારીયા તરફ જતા ઓવરબ્રિજની નીચે આવેલી ફાટક નંબર 101 ઉપરથી 40 જેટલા ગામોની પ્રજાને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે. જ્યારે ભારદારી વાહનોને 2 કિમીનો ફેરો ફરી આવવું જવું પડે છે. બ્રિજ ઉપર ડામર કામ બાકી હતું અને રસ્તો કાચો હોઇ જેથી કોઈ અકસ્માત ન સર્જાય તેમાટે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવાયો હતો. જે રસ્તા ઉપર તંત્ર દ્વારા તાજેતરમાં ડામરની કામગીરી હાથ ધરાઈ છે. હાલમા કામ ચાલી રહ્યું છે. જે ટુક સમયમાં પૂર્ણ થતાં આવનારા દિવસોમાં પ્રજાને સમસ્યાઓમાંથી છુટકારો મળશે.
