Gujarat

છોટાઉદેપુર ખાતે મધ્યાહન ભોજનના સંચાલકો માટે રસોઈ સ્પર્ધા યોજાઇ

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એકમાં રસોઈ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ પૌષ્ટિક રસોઈ મધ્યાન ભોજન સંચાલકો દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાં સર્વ શ્રેષ્ઠ રસોઈ તરીકે એસ.એફ હાઇસ્કુલ પ્રાથમિક વિભાગ છોટાઉદેપુરના સંચાલિક દરજી ભાવિકાબેન મુકેશભાઈ દ્વારા રજૂ કરાતા તેઓ પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે પી.એમ પોષણ યોજના અંતર્ગત રસોઈ સ્પર્ધા ૨૦૨૩ યોજાઇ હતી. જેમાં ૧૦ જેટલા મધ્યાહન સંચાલકો દ્વારા પૌષ્ટિક રસોઈ બનાવી રસોઈ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર મામલતદાર કચેરી તરફથી નિયુક્ત કરેલ નિર્ણાયકો દ્વારા તમામ સ્ટોલ ઉપર બનાવવામાં આવેલી રસોઈ નું ગુણવત્તા તેમજ સ્વાદની દષ્ટિએ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે છોટાઉદેપુર એસ.એફ હાઇસ્કુલ પ્રાથમિક વિભાગમાં મધ્યાન ભોજનની સંચાલિકા દરજી ભાવિકાબેન મુકેશભાઈ પ્રથમ નંબરે આવ્યા હતા. જ્યારે દ્વિતીય નંબરે મણીબેન પટેલ પ્રાથમિક શાળાના સંચાલિકા સાધનાબેન રામકિશન મહેશ્વરી તેમજ નૃત્ય નંબરે ગુનાટા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલિકા રાઠવા રાપલીબેન અકીલભાઈ આવ્યા હતા. આ ત્રણેય વિજેતાને પ્રમાણપત્ર સહિત રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. અને આ સાથે ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230121_212735_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *