કવાંટ તાલુકાના કોચવડ ગામ બેડીયા ગ્રામ પંચાયત માં આવેલું છે ગામ ની વચ્ચેથી નદી પસાર થાય છે અને કોચવડ ગામે પટેલ ફળિયામાં આવેલા વિસ્તારમાં હેડ પમ્પ ના તેમજ બોરના જળ સ્તર નીચે જતા રહેતા થોડી જ વાર હેડ પમ્પમાં પાણી આવે છે નલ સે જલ ની યોજના નિષ્ફળ ગઈ છે નદી પણ સૂકી ભટ્ટ બની છે માટે જીવન જરૂરિયાત માટે તેમજ પશુઓને પીવડાવવા માટે પાણી ની તંગી પડે છે જેના કારણે ખેતરોમાં આવેલા બોર માંથી ચાલીને પાણી ભરવા જવું પડે છે જયારે પાણી માટે ઉનાળાની શરૂઆત થીજ પાણીની તંગી ઉભી થતા ચોમાસુ આવતા સુધી પાણીની તંગી રહશે હાલ નદીમાં ગ્રામજનો જાતે કોવો ખોદવા માટે મહેનત કરી રહ્યા છે સાથે આ વિસ્તારમાં નર્મદાનું પાણી માટે તે માટે આદિવાસી સમાજના લોકો માગ કરી રહ્યા છે આઝાદીના આટલા વર્ષો પછી પણ પાણીની સમસ્યાનું નિરાકરણ સરકાર લાવતી નથી માટે સરકાર સામે આ ગામના લોકો આંદોલન કરવાની ચીમકી આપી છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


