Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાં 300થી વધારે હેન્ડપંપો ઓક્સિજન પર,ધારાસભ્યની રજૂઆત રંગ લાવી

છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલને તા 3 એપ્રિલ 23એ પત્ર લખી માંગ કરી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાં ડુંગરાળ વિસ્તાર છે. જેમાં પાણી પુરવઠા, આયોજન મંડળ, નાણાં પંચની ગ્રાંટ, એટીવીટી ગ્રાંટ, ધારાસભ્ય, સંસદ સભ્યની ગ્રાંટ તથા જિલ્લા હસ્તકની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટમાંથી બનાવેલા છે. જે હેન્ડ પંપ ચાલુ વર્ષે બગડી ગયા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કરેલા હેન્ડપંપ હાલ રિપેર થઈ રહ્યા છે. આ પહેલાં સરકારે ખાસ આદેશ બહાર પાડી તમામ હેન્ડપંપ પાણી પુરવઠા વિભાગ દ્વારા રિપેર કરાવેલા છે. ચાલુ વર્ષે હજુ આવા કોઈ આદેશ થયા નથી. પરિણામે જુદી જુદી ગ્રાન્ટમાંથી બનેલા હેન્ડપંપ રિપેર થયા વગરના છે. તેથી સરકાર હેન્ડપંપ રિપેરિંગ માટે પુનઃ સમીક્ષા કરી તમામ હેન્ડપંપ રિપેર થાય તે માટે આદેશ કરે તેવી માંગ હતી.
જેથી સરકાર દ્વારા ઠરાવ કરાયો છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સિવાય અન્ય વિભાગ દ્વારા કરાયેલા હેન્ડપંપ પૈકી ઇન્ડિયા માર્ક 2 સ્ટાન્ડર્ડ સ્પેરપાર્ટ્સની મરામત થઈ શકે તેવા હેન્ડપંપની પાણી પુરવઠા બોર્ડ દ્વારા જ્યારે બગડે ત્યારે મરામત કરવાની રહેશે. આ વધારાના હેન્ડપંપની કામગીરી માટે ખર્ચની જોગવાઈ એક્શન પ્લાનમાં કરી ફંડ મેળવવાનું રહેશે. આવા હેન્ડપંપના મરામત અર્થે મળેલ ફરિયાદોની યાદી સંબંધિત જિલ્લા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને મોકલી આપવાની રહેશે. આમ ધારાસભ્યની રજૂઆતને સફળતા મળતાં પ્રજામાં આનંદ ફેલાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *