સાંપ્રત સમયની જીવન અને ખોરાક શૈલીને કારણે આજે માનવી અનેક એવા અસાધ્ય રોગોના શિકાર બની રહ્યો છે,ત્યારે ભારતની હજારો વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિને લોકો ફરી અપનાવે અને રોગોથી કાયમી મુક્તિ મેળવી સ્વસ્થ અને નિરોગી રહે તે માટે આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી,આયુષ્યની કચેરી ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની અધ્યક્ષતામાં નગરના દરબાર હોલ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં આયુર્વેદ વિભાગના નિષ્ણાતો અને જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો.શંકરભાઈ રાઠવાએ ઉપસ્થિત જનમેદની ને આયુર્વેદની મહ્ત્વતા સમજાવી હતી,કાર્યક્રમની સાથે જિલ્લા આયુર્વેદ શાખાના પ્રોગ્રામ ઓફિસર ડો.પારુલ વસાવા દ્વારા આયુર્વેદ કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

