Gujarat

છોટાઉદેપુર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોડેલી ખાતે યોજાશે 

છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોડેલી ખાતે આવેલા ટી.સી.કાપડિયા કોલેજના પટાંગણમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજાશે.
આગામી તા. ૨૬મી, જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.
બોડેલી ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ સિદ્ધિવંતોને પ્રમાણપત્રો આપીને નવાજવામાં આવશે.
જિલ્લા કક્ષાના આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારો આરંભી દેવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે સભામંડપ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવનાર પરેડ અને માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પીવાના વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થા સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
બોડેલી ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *