ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શનના આધારે છોટાઉદેપુર જીલ્લામાં નદીમાંથી ઓવરલોડ રેતી ભરી ટ્રકો છોટાઉદેપુર જીલ્લામાંથી પસાર થતી હોય જેથી ઓવરલોડ ટ્રકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે વિ.એન.ચાવડા પો.સ.ઇ.જીલ્લા ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ અધિકારી એસ.એન.પટેલ તેમજ ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ સાથે રાખી સંખેડા પોસ્ટે વિસ્તારમાં ગોલા ગામડી ચોકડી થી વડોદરા જતા હાઇવે રોડ ઉપર રેતી ભરેલ ટ્રકોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન ઓવરલોડ રેતી ભરીને વહન કરતી કુલ-૫ ટ્રકો પકડી પાડવામાં આવેલ છે.તે ટ્રક ચાલકોને આર.ટી.ઓ નાઓએ કુલ-૫ કેસો કરી રૂ.પંચાવન હજાર નો દંડ ફટકારવામાં આવેલ તેમજ અન્ય ૭ મેમા આપી કાર્યવાહી હાથ ઘરેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
