ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી નુ ખનન થતુ હોય જે અટકાવવા કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે વિ.એન.ચાવડા પો.સ.ઇ.જીલ્લા ટ્રાફિક શાખા તેમજ ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ સાથે રાખી ઝોઝ પોસ્ટે વિસ્તારમાં કેવડી પાસે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન ગેરકાયદેસર રેતીનુ ખનન કરતા કુલ ટ્રેકટર નંગ ૧૦ ટ્રોલી સાથે મળી આવેલ હોય જેઓ પાસે રોયલ્ટી ન હોઇ જેથી ટ્રેકટર નંગ ૧૦ ટ્રોલી સાથે કબ્જે કરી ઝોઝ પોસ્ટે માં સોપવામાં આવેલ છે તેમજ ભુસ્તર શાસ્ત્રી અધીકારી છોટાઉદેપુર નાઓને આગળ ની કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


