Gujarat

છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી કરવા બાબતે ગામ લોકોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપ્યું છે

છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી ગામે આંત્રોલી પ્રાથમિક શાળા ધોરણ-૧ થી ૫ ની આવેલી છે.જેમાં મુખ્ય શિક્ષક તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતાં ઝાલા નટવરસિંહ અને ઉપ શિક્ષક તરીકે મોદી કૃણાલ ફરજ બજાવે છે.આ બંન્ને શિક્ષકો ઘણાં લાબા સમયથી અનિયમિત આવે છે.તેઓને નિયમિત આવવા માટે ગ્રામજનોએ વારંવાર મૌખિક રજુઆત કરી છે.પરંતુ આ બંન્ને શિક્ષકો આ શાળામાં મુકાયા ત્યારથી જ અનિયમિત આવે છે. મુખ્ય શિક્ષક ઝાલા નટવરસિંહ શાળામાં કાયમ માટે દારૂ પીને આવે છે.આ બાબતે ગ્રામજનો વારંવાર દારૂ પીને શાળામાં નહિ આવવાનું કહેવામાં આવે છે.પરંતુ તેમને કોઈ જ ફરક પડતો નથી.અને કાયમ માટે શાળામાં દારૂ પીને જ આવે છે અને અનિયમિત આવે છે.તેમજ આ બંન્ને શિક્ષકો વારા પાડેલા છે.જેથી આ બન્ને શિક્ષકોને આ શાળામાંથી બદલી કરવામાં આવે તેવી ગામ લોકોએ નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230125_124755.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *