Gujarat

છોટાઉદેપુર દાહોદ અને નર્મદા જિલ્લામાં આવેલ વિસ્તારના ટાટ પરિક્ષાર્થીઓ વાવાઝોડાને કારણે પરિક્ષામાં બેસવાથી વંચિત રહી ગયા હતાં

છોટાઉદેપુર દાહોદ અને નર્મદા જિલ્લાના આવેલા વિસ્તારના ટાટના પરીક્ષાર્થીઓ આજે આવેલી કુદરતી આફતને કારણે રસ્તાઓ ઉપર વૃક્ષો પડી જતા  વડોદરા પરિક્ષા કેન્દ્ર ખાતે જઈ શક્યા ન હતા. જેને લીધે સાત વર્ષ પછી આવતી આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ  ન બેસી શકતા તમામ પરિક્ષાર્થીઓ હતાશા અને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે .એક અંદાજ પ્રમાણે કુલ 250 થી 300 જેટલા પરિક્ષાર્થી કુદરતી આફતને કારણે પરિક્ષામાં બેસી શક્યા ન હતા. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોએ  ટાટ પરિક્ષાર્થીઓના વિશાળ હિતમાં ફરી એક વખત પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારની મૌખિક માંગ કરી છે. આવતીકાલે ત્રણેય ધારાસભ્ય સરકારમાં લેખિત રજૂઆત પણ કરશે તેમ જાણવા મળી રહ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *