ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન/ચોરી તથા ઘરફોડ જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. …. જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાછલા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન મોટર સાયકલ આવતા એક ઇસમ હોન્ડા કંપનીની એસ.પી ૧૨૫ નંબર વગરની મો.સા. લઇને આવતા તેના ઉપર શંકા જતા મો.સા. ચાલકને ઉભો રહેવાનો ઇશારો કરતા સદરી મો.સા. ચાલકે મો.સા. ઉભી રાખેલ નહી જેથી તેનો પીછો કરી તેને કોર્ડન કરી પકડી પાડી ગાડીના કાગળો તથા ગાડીની માલિકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી મો.સા.ના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા મો.સા.ગોધરા શહેરની હોવાનું જણાય આવેલ જેથી મો.સા.ના માલિકનો સંપર્ક કરતા તેઓની મો.સા. ચોરી થયેલ હોવાનું જણાવેલ જે સંબંધે ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૫૨૩૦૧૧૭/૨૦૨૩ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલાનું જણાય આવેલ હોય જેથી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


