Gujarat

છોટાઉદેપુર સિલ્વર સ્પૂન હોટલ  ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરાયું હતું, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા

છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગનું આયોજન કરાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ કાર્યકરી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા, સંગઠનના મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નેશનલ હાઇવે ને લઈને માહિતી આપવામાં આવી હતી ચૈતરભાઈ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી સાથે આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કેવી રીતે કરી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230513_173122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *