જલારામ બાપાના વિચારો અને કાર્યોને સંપૂર્ણપણે વળેલું એટલે કેશોદનું જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં ધાર્મિક તહેવારોની ઉજવણી જરૂરિયાત મંદ લોકો માટે સાંજનું અન્નક્ષેત્ર જેમાં દરરોજ શો જેટલા જરૂરિયાત મંદ લોકો પ્રસાદ લેવા માટે આવે છે તેમજ સરકારની યોજનાઓ ના કેમ્પ પણ કરવામાં આવે છે આ ઉપરાંત જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે
આજરોજ યોજાયેલા મેગા કેમ્પની શરૂઆત કેમ્પ ના ભોજનદાતા ભૂપેન્દ્ર ભાઇ ભાઈલાલ ભાઈ તન્ના તથા પરિવાર જમનાદાસ ભાઇ દેવાણી , દીનેશ કાનાબાર રમેશભાઈ , મહાવીર સિંહ જાડેજા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ
નેત્ર નિદાન કેમ્પમાં 200 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ દ્વારા તપાસીને 70 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા.
ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશર ચેકઅપ સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ દીપેનભાઈ અટારા તથા જીગ્નેશભાઈ ચાંદેગરા દ્વારા કરવામાં આવેલ
હોમિયોપેથી નાં ડોક્ટર નિકિતા મેડમ દ્વારા દર્દીઓ ને તપાસી દવા નિશુલ્ક આપવામાં આવેલી હતી
જલારામ મંદિર દ્વારા યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં લગભગ 21હજાર ઉપરાંત દર્દીઓને મોતિયાના ઓપરેશન દ્વારા નવી દૃષ્ટિ મળેલી છે કેશોદ ની આસપાસ ના 100 જેટલાં ગામડામાં થી પહેલા અને ત્રીજા રવિવારે મોટી સંખ્યામાં દર્દીઓ અને સાથે કુટુંબ માંથી કોઇ આવતા હોય છે જે સવાર માંથી આવેલા હોય જેને જમાડવાની વ્યવસ્થા પણ જુદા જુદા દાતાઓ દ્વારા કરવામાં આવે છે આજરોજ ભોજનની વ્યવસ્થા શંભાજી બીડી વાળા ભૂપેન્દ્ર ભાઇ ભાઈલાલ તન્ના દ્વારા કરવામાં આવી હતી
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ


