Gujarat

જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે માનવભક્ષી દીપડાનો વૃદ્ધા પર હુમલો

વડોદરા
અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત છે.જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે વૃદ્ધા નિદ્રાધીન હતા તે સમયે અચાનક જ દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને આખરે મોત નિપજ્યું છે. હાલ તો મૃતક વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો છે.મહત્વપૂર્ણ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જાેવા મળી રહ્યો છે.રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *