Gujarat

જામનગરના જોડિયા તાલુકામાં અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

હાલમાં રાજય સ્તરે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના
જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં અધિક કલેકટર શ્રી બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ
યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 5 પ્રશ્નોનું સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેલા પ્રશ્નોને આગળની
કાર્યવાહી અર્થે જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવ્યા છે.

અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર દ્વારા પ્રજાના પ્રશ્નોનો નિરાકરણ લાવવા અર્થે રાજય સરકાર દ્વારા આયોજીત
કરાયેલા સ્વાગત સપ્તાહની ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આ કાર્યક્રમનો મહત્તમ રીતે
લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરોક્ત તાલુકા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત 5 જેટલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં
આવ્યો છે. જે અંતર્ગત, અરજદારોને વહીવટી તંત્ર તરફથી બાહેંધરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સ્વાગત કાર્યક્રમમાં જમીન સંપાદન અને રેવન્યુ વિભાગને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવમાં
આવ્યું હતું. તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓએ જાતે ઉપસ્થિત રહીને અરજદારોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કર્યું હતું.
આ પ્રસંગે જોડિયા તાલુકા વિકાસ અધિકારી સુશ્રી એમ. કે. પટેલ, જોડિયા મામલતદાર શ્રી વિજય ડાભી તેમજ અરજદારો
ઉપસ્થિત રહયા હતા.

-નિવારણ-કાર્યક્રમ-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *