Gujarat

જામનગરમાં સ્પીડબ્રેકર આવતા ST બસનો કાચ તૂટ્યો, વિદ્યાર્થીઓ પટકાયા, ઘટના CCTVમાં કેદ

જામનગર
જામનગરમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કોઇ વાહન સાથે ટકરાતા નહીં, પરંતુ સ્પીડબ્રેકરના લીધે સર્જાયો છે. રસ્તામાં સ્પીડબ્રેકર આવતાં બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો. જેના લીધે બસની પાછળની સીટ પર બેસેલા વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂજેટ સામે આવ્યા છે. જામનગરમાં સ્પીડબ્રેકર આવતાં બસનો કાચ તૂટ્‌તાં વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ બસ ધ્રોલ ડેપોની જામનગર જઇ રહી હતી, ત્યારે ગુલાબનગર નજીક રસ્તામાં સ્પીડબ્રેકર આવતાં ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે બસ સ્પીડબ્રેકર પરથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક જ બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને બસમાં બેસેલા વિદ્યાર્થીઓ રસ્તા પર પટકાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી ખૂબ જ અચરજ પમાડે તેવા છે. મળતી માહિતી અનુસાર, આ બસમાં ૯૦થી વધુ પેસેન્જર્સ સવાર હતા. બસનો કાચ તૂટતાં બે વિદ્યાર્થીઓ રસ્તા પર પટકાયા હતા. જેના લીધે તેમને ઇજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને રાજ્યના એસટી વિભાગ દ્વારા ‘સલામત સવારી, એસટી અમારી’નો દાવો કરવામાં આવતો હોય છે, ત્યારે આ દાવો જાણે પોકળ સાબિત થતો જણાય આવે છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *