જામનગર જિલ્લાના પશુપાલકોને જિલ્લા પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ
મેળવવા માટે આઈ. ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવી ફરજીયાત છે. તેથી આગામી તા. 15 જૂન સુધી
પશુપાલકો આઈ. ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરી શકશે. પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓમાં
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેની પ્રિન્ટ નકલ મેળવીને જરૂરી સાધનિક સાહિત્ય સાથે જોડીને અરજીના પ્રથમ પાના પર
દર્શાવેલા નોડલ એજન્સી/ કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.
આ અંગે, વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાના પર સંપર્ક સાધી શકાશે. જિલ્લાના પશુપાલકોને બહોળા પ્રમાણમાં
સરકારશ્રી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. તેજસ બી. શુક્લા, જામનગર
દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
