ભૂતપૂર્વ વિદ્યાર્થીની બહેનોનો સન્માન કાર્યક્રમ,નિવૃત્ત શિક્ષક ચંપાબેન કાનાણીનો વિદાય સમારોહ, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ તથા શાળાના મદદનીશ શિક્ષક સી.ઓ. ધમસાણીયા અને રમેશભાઈ ધમસાણીયાના પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, ભરતભાઈ દલસાણીયા, જયસુખભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર, મગનભાઈ કાનાણી,સી.બી. કગથરાસાહેબ, આસિફભાઇ જામી, કિશોરભાઈ ગજેરા, ભાવેશભાઈ પનારા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે શાળાની વિદ્યાર્થીની બહેનોએ વિવિધ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. એ ઉપરાંત ગ્રામજનોએ પણ બાળકોને મોટા મને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી અરવિંદ મકવાણાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો……
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………..


