જામનગર જિલ્લામાં આગામી 'હુતાસણી' અને 'ધુળેટી' ના તહેવારો નિમિત્તે મોટી સંખ્યામાં નગરજનો
ઉજવણીમાં ભાગ લે છે. આ તહેવારોને અનુલક્ષીને સમગ્ર શહેરમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ
અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. 08/03/2023 સુધી કોઈપણ વ્યક્તિની
ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સૂત્રો પોકારવા કે બોલવા, પત્રિકા, પ્લે- કાર્ડ
અથવા વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરવી અથવા તેનો ફેલાવો કરવો- આવી તમામ પ્રવૃતિઓ કરવા પર અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે.
ઉપરોક્ત જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- 1951 ની કલમ- 135(1) મુજબ દંડની સજા, ઓછામાં
ઓછાં 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એન. ખેર, જામનગરની
યાદીમાં જણાવવામાં આવ્યું છે.
