Gujarat

જામનગર જિલ્લામાં તા.27 થી 29 માર્ચ દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, લાલપુર અને
જમજોધપુરમાં તા.27 થી તા.29 માર્ચ દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.27 માર્ચના
રોજ ધ્રોલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલના પંપ પાસે, તા.28 માર્ચના રોજ કાલાવડમાં
GEB ઓફિસનિ સામે, વાવડી રોડ, તા.29 માર્ચના રોજ લાલપુરમાં માર્કેટિંગ યાર્ડની સામે, 66કેવી બાજુના મેદાનમાં તથા
તા.29 માર્ચના રોજ જમજોધપુરમાં ગૌશાળા પાસે નદીના કાઠા પરના મેદાનમાં તમામ પ્રકારના વાહનોનું ઇન્સ્પેક્શન કરવામાં
આવશે. જે વાહન માલિકોએ પિયુસી ઓનલાઈન કઢાવેલ હશે તેમના જ વાહનોનું ફિટનેશ કરી આપવામાં આવશે. ફિટનેશ
રિન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ કરીને ઉપર જણાવેલ તારીખ અને સ્થળે ફિટનેશ કામગીરી
કરાવવા માટે જવાનું રહેશે. ફિટનેશ કેમ્પમાં કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર
અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *