Gujarat

 જિલ્લાની શ્રેષ્ઠ શાળા ખત્રી વિદ્યાલય બોડેલી ને 100000(એક લાખ) નો ચેક અર્પણ કરતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે.બી.પાંચાણી.    

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં શ્રેષ્ઠ ત્રણ શાળા અને રાજ્યની શ્રેષ્ઠ ત્રણ શાળાની પસંદગી કરવામાં આવે છે.વર્ષ 2022-23માં છોટાઉદેપુર જિલ્લા માંથી શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબર બોડેલીની ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા એ મેળવેલ છે.શ્રેષ્ઠ શાળા ની પસંદગીમાં વિવિધ 76 પરિમાણો માંથી પસાર થવાનું હોય ત્યારે આ પસંદગી સમિતિમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી,ડાયટ ના પ્રાચાર્ય શ્રી,એસ.વી.એસ કન્વીનરશ્રી તેમજ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક કે આચાર્ય શ્રી એમ છ સભ્યોની સમિતિ દ્વારા નિરીક્ષણ પછી શ્રેષ્ઠ શાળાનું સન્માન મળતા ખત્રી વિદ્યાલય ઉપરોક્ત તમામ પરિમાણો માં ઉત્કૃષ્ટ દેખાવ સાથે પ્રથમ નંબર મેળવતા *જિલ્લા* *શિક્ષણાધિકારી શ્રી છોટાઉદેપુર દ્વારા શાળા ના આચાર્ય અને સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ* *અભિનંદન* *પાઠવ્યા.સમગ્ર* જિલ્લામાંથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે.શાળાના આચાર્ય શ્રી યુ.વાય.ટપલા ની મુલાકાત લેતા તેઓએ આ સિદ્ધિ પાછળ કેળવણી મંડળનો  મારા પર વિશ્વાસ અને સમગ્ર શાળા પરિવાર અને શિક્ષક મિત્રો નો ઉત્સાહ,તેઓની કાર્યનિષ્ઠા ને કારણેજ આજે આ સિદ્ધિ મેળવી   છે આ તકે શાળા પરિવારને કેળવણી મંડળ તરફ થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજ રીતે દિન પ્રતિદિન શાળા પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230504-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *