Gujarat

જિલ્લામાં આંગણવાડીનાં રિપેરીંગ, નવા બાંધકામ, શૌચાલય તથા પીવાના પાણીની સુવિધાના કામો પ્રગતિ તળે  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
સંકલિત બાળ વિકાસ (આઈ.સી.ડી.એસ.) કચેરી જિલ્લા પંચાયત,અમરેલી દ્વારા આંગણવાડીઓમાં જરુરિયાત મુજબ આઈ.સી.ડી.એસ.કચેરી ગ્રાન્ટ, ૧૫ ટકા વિવેકાધીન યોજના, ૧૫માં નાણાપંચ યોજના તથા સી.એસ.આર.(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી) અંતર્ગત આંગણવાડી રિપેરીંગ, નવી આંગણવાડી બાંધકામ, શૌચાલય બાંધકામ તથા પીવાના પાણીની સુવિધા ખાનગી કંપની અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આંગણવાડીના કામોને મંજૂરી આપવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રોના નવા બાકી કામો મંજૂર કરાવવા બાબતે આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કામોની મદદથી જિલ્લાની આંગણવાડીઓની સ્થિતિમાં પરિવર્તન આવશે. બાળકો તથા સગર્ભાઓના સ્વાસ્થ્યમાં મહત્તમ સુધારો લાવવામાં મદદ મળશે, તેમ જિલ્લા પ્રોગ્રામ અધિકારી જિલ્લા પંચાયત-અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *