જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
—
અમરેલી તા.૧૮ મે, ૨૦૨૩ (ગુરુવાર) અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગત મીટિંગ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. રિન્યુઅલ રજીસ્ટ્રેશન, પી.સી.પીએનડીટી એકટ-૧૯૯૪ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલા વિવિધ ચુકાદાઓ/પરિપત્રોના અમલીકરણ, જિલ્લામાં ગર્ભ પરીક્ષણ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃત્તિ વધારવા શું પગલાંઓ લઈ શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. “ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાયદાકીય સજાપાત્ર ગુનો છે”, તે અંગે નાગરિકોમાં જાગૃત્તિ આવે તેવા પ્રયત્નો જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વધુમાં લોકોમાં આ બાબતે પોતે જાગૃત્ત થાય અને તે અંગે આદતો કેળવાઈ તે આવશ્યક છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જોશી, આઈ.એમ.એ. અમરેલીના પ્રેસિડેન્ટ ડૉ.ગજેરા અને સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ વાળા ૦૦૦
