જુનાગઢ માં ઉનાળા ની કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડા નું વિનામુલ્યે વિતરણ કરાયું.
માનવ સેવા એજ પ્રભુ સેવા નાં સુત્ર ને સાર્થક કરતી સંસ્થા *શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જુનાગઢ અને શ્રી ખોડીયાર મહિલા મંડળ – જુનાગઢ* દ્વારા આયોજીત તા.૨૩|૦૪|૨૦૨૩ ને રવિવારનાં રોજ આઝાદ ચોક – જુનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડા નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.
અ કુંડા વિતરણ માં તમામ નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લીઘો હતો.
આ સેવાકીય કાર્ય માં જુનાગઢ નાં નામાંકિત સામાજીક આગેવાનો માં આદ્યાશકિતબેન મજમુદાર, તન્વીબેન વૈષ્નવ, બટુકભાઈ મકવાણા, શૈલેષભાઈ પારેખ, કિશોરભાઈ ચોટલીયા, અપુર્વભાઈ મજમુદાર, સોહિલભાઈ સીદીકી, સમજુભાઈ સોલંકી, વહાલભાઈ કુરેશી, પ્રતિકભાઈ મિશ્રાણી, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, ભાર્ગવભાઈ માંડલીયા, સંદિપભાઈ વાજા, તરૂબેન ગઢીયા, જયશ્રીબેન ગાલોરીયા, કુમુદબેન ઠાકર, રમીલાબેન ઘુચલા, પ્રવિણાબેન વાઘેલા, ચેતનાબેન પંડ્યા, ભાવનાબેન કે.વૈષ્નવ, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ સહભાગી થયાં હતાં.
આ સેવાકીય કાર્ય માં તમામ ઉપસ્થિત મહેમાનો એ બંને સંસ્થા ની કામગીરી બિરદાવી હતી.
આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા બંને સંસ્થા નાં પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલા અને રોહિણીબેન આચાર્ય એ ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ


