કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પરીક્ષા કેન્દ્રો ખાતેની તમામ વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું
૯ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળની જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. જે સંદર્ભે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયએ બોટાદના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. કલેક્ટરએ પરીક્ષાકેન્દ્રો ખાતેની તમામ વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સાથોસાથ તેમણે ઉપસ્થિત સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ.કલેક્ટર સાથે પરીક્ષાકેન્દ્રોની મુલાકાત વેળાએ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણિયા, ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એ.એ. સૈયદ, પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી, જિલ્લા શિક્ષણાધિકારી (ઈ.ચા.) વિક્રમસિંહ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


