સાગર નિર્મળ
જૂનાગઢ
વંથલી તાલુકાનાં પ્રગતિશીલ ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વૈજ્ઞાનિક અભિગમ સાથે ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારવા અંગે મહત્વનું માર્ગદર્શન આપેલ.
શ્રી ઉમાધામ ગાઠીલા ખાતે મંદિરની કૃષિ સમિતિ દ્વારા ખેડૂતોને ખરીફ ઋતુનાં પાકોમાં વૈજ્ઞાનિક માર્ગદર્શન માટે ખેડૂત શિબિરનુ આયોજન કરવામાં આવેલ હતુ. વૈજ્ઞાનિકશ્રીઓ તથા કૃષિ નિષ્ણાંત દ્વારા ખેતીવાડી તથા બાગાયત તથા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ શ્રી ઉમાધામ” ગાંઠીલા દ્વારા કૃષિ શિબિરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કૃષિ વૈજ્ઞાનિકો તેમજ ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતું બાગાયત ખાતું તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ખરીફ ઋતુ પૂર્વે ખેડૂનીને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલ શિબિરમાં વંથલી તાલુકાની ૧૩ ગામનાં પ્રગતિશીલ ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિક ડો. એલ.કે. ધડુકે કપાસ એ ખેડૂતો નો પિતા છે અને મગફળીએ ખેડૂતોની માતા છે તેના ઉત્પાદન ઘટવાના કારણો અને ઉપાયો સૂચવેલ હતા. ડો. સાવલિયા દ્વારા ખાસ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનુ માર્ગદર્શન આપેલ. સયુક્ત્વ બાગાયત નિયામક આર. એચ. લાડાણીએ બાગાયતી પાકોમાં સહાયઅને ખેતીકાર્ય મેનેજમેન્ટનું માર્ગદર્શન આપેલ. જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.ડી. ગોંડલીયાએ આઈ ખેડૂત પોર્ટલ તથા ખેતીવાડી સહાય યોજનાની જાણકારી આપી હતી.
ખાતર, બિયારણ અને દવાની ખરીદી વખતે ખેડૂતોએ શું કાળજી લેવી તે અંગે. શ્રી એમ. એમ. કાસુન્દ્ર નાયબ ખેતી નિયામક જુનાગઢ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ શિબિર નું દીપપ્રાગટ્ય મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટીશ્રીઓ શ્રી શિરીષભાઇ સાપરીયા, શ્રી રતિભાઈ મારડિયા, શ્રી કરશનભાઈ કમાણી દ્વારા કરવામાં આવેલ હતું. સ્વાગત પ્રવચનમાં ખેડૂતોને આવકારતા મંદિર ટ્રસ્ટ ના મંત્રી શ્રી મહેન્દ્રભાઈ કાલરીયા એ મંદિર ના માધ્યમ દ્વારા સર્વ ખેડૂત સમાજ ને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ મંદિર ટ્રસ્ટની કૃષિ સમિતિ દ્વારા દરેક તાલુકાએ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી કૃષિ સમિતિ ના ચેરમેન શ્રી મુકુંદભાઈ હીરપરાએ કૃષિ શિબિર નો હેતુ સમજાવેલ હતો કાર્યક્રમની આભાર વિધિ શ્રી મગનભાઈ લાડાણી અને કાર્યક્રમ નું સંચાલન ડૉ. મનીષભાઈ સોંવાડીયા તથા શ્રી ડી.કે. મકવાણાએ કરેલ હતું તેમજ ખાસ મંદિર દ્વારા તમામ ખેડૂતો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.


