જૂનાગઢના બાદલપુર ગામમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ રાત્રીસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ગ્રામ વિકાસના વિવિધ મુદ્દે ચર્ચામાં સહભાગી બન્યા હતા. આ સાથે કેન્દ્ર, રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. ઉપરાંત આ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


