જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષ ૮ મહિનાની કિશોરી તા.૧૪/૦૩/૨૦૨૩ના સવારના ચાર વાગ્યા આસપાસ ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ઇંચ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. કિશોરી ગુમ થઇ ત્યારે બ્લુ કલરનો ડ્રેસ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તાલુકા પોલીસે જણાવ્યું છે.
