સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ પાસે આવેલ જલારામ સર્કલ પર જલારામબાપાની પૂજન કરતા મિત્રો મંડળ ત્યાં બેઠા હતા ત્યારે અશ્વિનભાઈ દવે નામના વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું કે મને 90 દિવસથી અહીં કોઈ ભગવાન હોય તો ભાસ થાય છે જેથી ત્યાં રહેલા જેસીબી મારફત ખોદકામ કરતા હનુમાનજી મહારાજની 50 થી 60 વર્ષ જૂની મૂર્તિ મળી આવી હતી. હાલ આ અમૂર્તિ ને ત્યાં જ રાખી તેની સાફ-સફાઈ કરી પૂજન કરવામાં આવેલ છે જૂનાગઢમાં હનુમાનની મૂર્તિ પ્રગટ થતા દર્શન માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આજ શનિવાર અને તારીખ 21/01/2023 નાં રોજ મોડી સાંજે 6 વાગ્યા આસપાસ સમગ્ર ઘટનાનો બની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કહેવાય છે કે હાલ કળયુગ ચાલી રહ્યો છે પરંતુ આ કળયુગમાં પણ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થયાનો જુનાગઢમાં સાક્ષાત્કાર થતા શ્રદ્ધાળુ વર્ગમાં એક આસ્થા છવાઈ ગઈ છે.
અશ્વિનભાઈ દ્વારા એવું પણ જણાવ્યું હતું કે આ હનુમાનજી પ્રગટેશ્વર હનુમાનજી છે તેમજ અહીં જ તેમની સ્થાપના કરવાં આવે.


