વૃદ્ધાશ્રમમાં આવીને ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ વૃદ્ધોને લાભ અપાવ્યા
લોકોને યોજનાકીય લાભો માટે સરકારી કચેરીઓ સુધી આવવુ ન પડે તે માટે આંગણે લાભ આપીને તંત્રએ સેવાકીય કામગીરી કરી છે. જરૂરિયાતમંદ અને છેવાડાના લોકોને વધુને વધુ યોજનાકીય લાભ મળે તેવો રાજ્ય સરકાર નો પણ ઉપક્રમ રહ્યો છે.
જૂનાગઢના પ્રાંત અઘિકારી શ્રી ભૂમિબેન કેશવાલાના હસ્તે આજે જૂનાગઢના વડીલોના અપના ઘરમાં લાભાર્થી સિનિયર સિટીઝનનોને હોસ્પીટલમાં વિનામૂલ્યે સારવાર માટે આયુષ્માન કાર્ડ કઢાવવા આવકના દાખલા,ગંગા સ્વરૂપા આર્થિક સહાય તેમજ વૃદ્ધ સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આવક ના દાખલા આધાર પર હવે કેમ્પ કરીને વડીલોને આયુષ્માન કાર્ડ આપવામા આવશે.
ગુજરાત સ્થાપન દિન નિમિતે સૌને શુભકામના પાઠવવામાં આવી હતી.
પ્રાંત અધિકારી જૂનાગઢ શ્રી ભૂમિબેન કેશવાલા અને જૂનાગઢ શહેર મામલતદાર ખેવન ત્રિવેદી અને સ્ટાફ દ્વારા આ કામગીરીમાં જરૂરી જહેમત ઉઠાવવામાં આવી હતી. અપનાઘરના શ્રી વિજયભાઈ કીકાણી અને ટ્રસ્ટીઓએ તંત્રનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સરકારી યોજનાના લાભો આપવાના કેમ્પો કરીને વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.
