જુનાગઢ
જૂનાગઢમાં સક્કરબાગ નજીક એક ટ્રિપલ સવારી બાઈક પર જતા યુવાનને અકસ્માત નડ્યો હતો . જેમાં બાઈક પર સવાર એક યુવાન જમીન પર પટકાઈ જતા પાછળથી આવી રહેલી ટ્રક તેના પર ફરી વળી હતી. જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગઈકાલે બપોરના સમયે આ સમગ્ર ઘટના બનવા પામી હતી જેમાં એક યુવાનનું મોત નીપજતા આજુબાજુના દુકાનદારકો અને વાહન ચાલકો પણ ત્યાં દોડી ગયા હતા અને યુવાનને હોસ્પિટલ ખસેડવા માટે કામગીરી શરૂ કરી હતી. ત્રીપલ સવારી બાઈક પર જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન જમીન પર પટકાઈ જતા પાછળથી આવી રહેલો ટ્રક આ યુવાન પર ફરી વળ્યો હતો. હાલ રોહિત હંસરાજભાઇ ઝાંખેલિયાની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


