Gujarat

જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો

જૂનાગઢ જિલ્લામાં ઉતરાયણ અને અન્ય તહેવારો વખતે સ્કાય લેન્ટર્ન (ચાઇનીજ તુક્કલ) વધુ પ્રમાણમાં ઉડાડવામાં આવે છે. ઉપરાંત ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરીનો પણ પતંગ ઉડાડવા મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ તમામ હાનિકારક પદાર્થોથી પર્યાવરણને નુકશાન થાય છે તેમજ સળગતી તુક્કલ ગમે  ત્યાં પડવાથી જાનમાલને પણ નુકશાન થાય છે.

        આ બધી બાબતોની સંભાવનાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જૂનાગઢ દ્વારા સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) તેમજ પતંગ ચગાવવાના ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટીક દોરી અથવા અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થોથી તથા હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના ખરીદ, વેચાણ, સંગ્રહ, અને ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ તાત્કાલીક અસર થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાને પત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *