Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢને સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ  મળ્યા ૩ એવોર્ડ

મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર,જુ.કૃ.યુ.,જૂનાગઢ તથા મગફળી સંશોધન નિદર્શાલય, આઈ.સી.એ.આર.,જૂનાગઢનાં સયુંકત ઉપક્રમે તા.ર૪ થી ર૬ મે-ર૦ર૩ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાનો વાર્ષિક મગફળી સંશોધન અંગેનાવર્કશોપમાં અગત્યના ખેતી પાકોમાં ગુણવત્તા સભર બીજ ઉત્પાદન બદલ બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગજુ.કૃ.યુ.,જૂનાગઢ ને બેસ્ટ સીડ હબ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યુ હતુ. .

                તેમજ તા. ૩૧/૦૫/૨૦૨૩ થી તા. ૦૩/૦૬/૨૦૨૩ ના રોજ રાષ્ટ્રીય ક્ક્ષાની એન્યુલ ગ્રુપ મીટીંગ, તેલીબિયાં પાકો(દિવેલા, તલ અને સુર્યમુખી), કૃષિ સંશોધન કેન્દ્ર, કૃષિ યુનિવર્સીટી, મંડોર, જોધપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલ, તેમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ દરમ્યાન કરેલ સંશોધન કામગીરીની સમીક્ષાના આધારે ઈન્ડિયન ઇન્સ્ટીટયુટઓફ ઓઈલસીડ રીસર્ચ, હૈદરાબાદ દ્વાર દીવેલા સંશોધન કેન્દ્ર,જુ.કૃ.યુ.,જૂનાગઢને ભારત નું શ્રેષ્ઠ દીવેલાસંશોધન કેન્દ્ર અને કૃષિ સંશોધન કેન્દ્ર,જુ.કૃ.યુ., અમરેલીને શ્રેષ્ઠ તલસંશોધન કેન્દ્ર નો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપી અને સન્માનીત કરવામાં આવ્યુ હતુ.

આ એવોર્ડ બદલ કૃષિ સંશોધન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકશ્રીઓ અને તેમની  ટીમને કુલપતિશ્રી,ડો. વી. પી. ચોવટિયા, સંશોધન નિયામકશ્રી ડો. એચ. એમ. ગાજીપરા અને કૃષિ યુનિવર્સીટી ના વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રીઓએ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

krushi-uni-award.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *