Gujarat

જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો જમીનની માટી અને પાણીનું પૃથ્થકરણ કરાવી શકશે  

ગીર સોમનાથ તથા પોરબંદર જિલ્લાના ખેડૂત ખાતેદારોને જણાવવાનું કેમદદનીશ ખેતી નિયામકની કચેરી જૂનાગઢ ખાતેની જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવા માગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી માટી તેમજ પાણીનો નમુનો એકત્રીત કરી મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરીજમીન ચકાસણી પ્રયોગશાળાલઘુ કૃષિભવનબહુમાળી ભવન સામેજૂનાગઢ પરની કચેરીને પહોંચતા કરવાની રહેશે. માટી તેમજ પાણીના નમુનાની સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની ફી રૂા.૧૫ પ્રતિ નમુના લેખે અત્રેની કચેરીએ ભરી નમૂનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. જે બાબતની તમામ ખેડૂત ખાતેદારશ્રીઓએ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *