Gujarat

જૂનાગઢ જિલ્લામાં તા.૧૯  માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગ દ્રારા તા.૧૫. થી તા.૧૯ માર્ચ દરમિયાન  જૂનાગઢ જિલ્લા સહિતના અન્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી માવઠું થવાની આગાહી   કરવામાં આવી છે. હ

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, વડોદરા અને દાહોદ ઉતર ગુજરાતના જિલ્લાઓ જેવા કે ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા, સાઉથ ગુજરાતના જિલ્લાઓ જેવા સુરત, વલસાડ, તાપી, ડાંગ,નર્મદાઅનેનવસારી જિલ્લાઓ અને સૈારાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનાકચ્છ,ભાવનગર,જૂનાગઢ,અમરેલી અનેગીર સોમનાથ જિલ્લાઓમાં પવન સાથે કમોસમી માવઠું,છુટાછવાયા,સામાન્યવરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશઆપવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક,ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લાહોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહીકરવી,અથવાપ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીવરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી,તાલુકા અમલીકરણ અધિકારી,મદદનીશ ખેતી નિયામક(તા.મુ.),જિલ્લા ખેતીવાડી અધિકારી,નાયબ ખેતી નિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલસેન્ટર ટોલફ્રીનંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્કકરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *