જૂનાગઢમાં રહેતા અશોકભાઇ છબીલભાઇ ગઢીયાનો રૂ. ૧૨,૦૦૦ની કીંમતનો મોબાઇલ ફોન બસ સ્ટેન્ડ પાસેના નહેરૂ પાર્ક ખાતેથી ખોવાયેલ ગયો હતો. તે મોબાઇલ ફોનમાં તેમના અગત્યના દસ્તાવેજ તેમજ અન્ય વસ્તુઓ સેવ કરેલ હતી. જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ જિલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતન સોલંકી, અંજનાબેન ચવાણ, જાનવીબેન પટોડીયા તથા એન્જીનીયર રેયાઝ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જે સ્થળેથી મોબાઇલ ફોન ખોવાયેલ હતો તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ હતા. ફૂટેજ ચેક કરતા જણાયેલ કે ૧ વ્યક્તિને આ મોબાઇલ ફોન મળેલ છે, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિને શોધી પૂછ પરછ કરતા તેમણે જણાવેલ કે મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ ગયેલ હોય અને તે મોબાઇલ ફોનનુ ચાર્જર તેમની પાસે ના હોય જેથી ચાર્જ થઇ શકેલ નહી અને કોન્ટેક્ટ થઇ શકેલ નહી તેવું જણાવ્યું હતું. આમ ગણતરીની કલાકોમાં અશોકભાઇ છબીલભાઇ ગઢીયાનો રૂ.૧૨,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન નેત્રમ શાખા દ્રારા શોધી આપ્યો હતો.
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૨,૦૦૦ની કીંમતનો મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અશોકભાઇએ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.


