Gujarat

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીનું થયું આગમન, ૧૦ કિલોના ભાવ બોલાયા ૨ થી ૩ હજાર રૂપિયા

નવીદિલ્હી
ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેસર કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનાં ૪૦ બોક્સની આવક થઈ છે. યાર્ડમાં પ્રતિ ૧૦ કિલો બોક્સના ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા બોલાયા હતા. કેરીરસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા છે. વેપારીઓના મતે આગામી ૧૫ દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જાેવા મળશે. કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જાેતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. તાલાલા પંથકની કેસર કેરીનાં ૪૦ બોક્સની આવક થઈ છે. આ કેરીના ૧૦ કિલોના ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા ભાવ બોલાયા હતા. ગુજરાતવાસીઓ કેરીની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કેરી ખવાતી હોય છે. સામાન્ય રીતે કેરીની સીઝન મે મહિનામાં જામતી હોય છે. જાેકે સીઝન સાનુકૂળ રહે તો એની સીઝન માર્ચ મહિનાથી શરૂ થઈ જાય છે અને એ જૂન કે જુલાઈ મહિના સુધી ચાલે છે. જાે માવઠું ન થાય કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં ઊતરતો હોય છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માગમાં પણ વધારો થયો છે. તાલાલા સહિત ગીરમાં અને એની આસપાસ આવેલા આંબાવાડિયામાં ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. કેરીની સીઝન જામતાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં આમ્રઉત્સવ અંતર્ગત ખેડૂતોને કેરીના વેચાણ માટે સીધું બજાર પણ પૂરું પાડવામાં આવતું હોય છે. જૂનાગઢ ફ્રૂટ્‌, માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને ૨૦૦૦થી ૩,૦૦૦ના ભાવે ૧૦ કિલો કેરી વેચાઈ રહી છે. આવનારા દિવસોમાં કેરીની આવક વધી જશે તો બીજી તરફ આ વર્ષે પાક સારો હોવાથી કેરી પણ સારા પ્રમાણમાં આવશે. હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તાલાલા ગીરની કેરીની આવક શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં કેસર કેરી મોટા પ્રમાણમાં જૂનાગઢ યાર્ડમાં જાેવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *