Gujarat

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં લોકોએ બપોરના અરસામાં વિશેષ તકેદારી રાખવા અનુરોધ  

૧૫ મી મે સુધી તેમજ આવતીકાલ  તા.૧૨  ના રોજ ૪૨ થી ૪૪ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. તેમજ પછીના ત્રણ દિવસ પણ ઊંચું તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે લોકોને જરૂરી તકેદારી રાખવા  જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્રારા અનુરોધ કરાયો છે.

આગામી તારીખ ૧૫ મી મે સુધી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ઊંચું તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં લોકોએ બપોરના સમયમાં વિશેષ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત કલેકટર કચેરી ડિઝાસ્ટર શાખા દ્વારા પણ જિલ્લાના લોકોને ગરમીથી બચવા જરૂરી ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *